મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો, જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ” ઉજવણી કરવામાં આવે છે. જે બાબતે આગામી તાપી જિલ્લામાં તા.૦૧/૦૮/૨૦૨૩થી તા.૦૭/૦૮/૨૦૨૩ દરમ્યાન “નારી વંદન સપ્તાહ” ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
જેમાં તા.૦૧/૦૮/૨૦૨૩ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા.૦૨/૦૮/૨૦૨૩ના રોજ બેટી બચાવો બેટી પઢાવો, તા.૦૩/૦૮/૨૦૨૩ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા.૦૪/૦૮/૨૦૨૩ના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા.૦૫/૦૮/૨૦૨૩ના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.૦૬/૦૮/૨૦૨૩ના રોજ મહિલા કલ્યાણ દિવસ અને તા.૦૭/૦૮/૨૦૨૩ના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસ તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ યોજવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, સુરક્ષા સેતુ ટીમ, જિલ્લા કાનુની સેવા સત્તા સત્તા મંડળ, તાલુકા કાનુની સેવા સત્તા મંડળ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રમત ગમત યુવા અને સાંકૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગ્રામ વિકાસ વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, GIDC, લિડ બેન્ક મેનેજર, આઇ.સી.ડી.એસ. વિભાગો સહભાગી થશે એમ મહિલા અને બાળ અધિકારીની અખબારીમાં જણાવાયુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500